વીર્યશકિત[ ૬૫
(અહીં) કોઈ પ્રશ્ન કરે છે કે – પર્યાય વસ્તુ છે કે અવસ્તુ છે?
જો તે વસ્તુ હોય તો વસ્તુને વસ્તુસંજ્ઞા ન કહેવી જોઈએ? (કેમ કે)
પર્યાય જ વસ્તુ છે, અવસ્તુ હોય તો તે નાશરૂપ હોય (અર્થાત્ તે
અભાવરૂપ હોય) માટે તેનો વિરોધ આવે છે.
તેનું સમાધાાન : – દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ છે. પર્યાય,
પરિણામ, દ્રવ્ય – વેદના, ગુણ – ઉત્પાદ આદિ પર્યાય છે. તેથી પર્યાયને
વસ્તુ સંજ્ઞા આવિવક્ષાથી કહીએ. (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણેની પરિણામ
સત્તા અભેદ છે તેથી વસ્તુ સંજ્ઞા પરિણામ સ્વરૂપને પરિણામ
અપેક્ષાએ કહીએ, દ્રવ્ય અપેક્ષાએ પરિણામને વસ્તુ ન કહીએ. જો
આ – અપેક્ષાએ (પરિણામ અપેક્ષાએ) પણ (પર્યાયને) વસ્તુ ન કહીએ
તો પરિણામ કોઈ વસ્તુ રહેતી નથી – (તેનો) નાશ થાય છે. માટે
(પર્યાયનું વસ્તુપણું) વિવક્ષાથી પ્રમાણ છે. (તે) દ્રવ્યરૂપ નથી (પણ)
પર્યાય (રૂપ) વસ્તુ છે; (તે) અનંત ગુણથી ધ્રુવરૂપ વસ્તુના કારણ
(રૂપ) વસ્તુ છે. (પણ પોતે) ધ્રુવરૂપ કાર્ય નથી (અર્થાત્ પર્યાય તે
ધ્રુવ દ્રવ્યગુણનું કારણ છે પણ પોતે જ ધ્રુવ દ્રવ્યગુણરૂપ નથી) (અહીં)
આ એક જુદી વિવક્ષા છે. ઘણે ઠેકાણે તો દ્રવ્ય – ગુણ તે કારણ અને
પર્યાય તે કાર્ય – એમ બતાવવામાં આવે છે. પરંતુ આ ઠેકાણે તો
પર્યાયને કારણ કહ્યું છે અને દ્રવ્ય-ગુણને તેનું કાર્ય કહ્યું છે; કેમકે
અહીં ✽
પર્યાયમાં પણ વસ્તુપણું છે એમ સિદ્ધ કરવું છે; કાર્ય
પરિણામ જ દેખાડે છે એ વિવક્ષા જુદી છે, એ (વાત) પહેલાં કહી
છે. નાના ( – અનેક) ભેદથી નાની ( – અનેક) વિવક્ષાઓ છે; નયને
જાણવાથી વિવક્ષા જણાય છે. તેથી પર્યાયરૂપ વસ્તુ દ્રવ્યાત્મક નથી એ
કથન સિદ્ધ થયું.
પર્યાયનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવા? તે કહીએ છીએઃ –
[પર્યાય] ઊપજવાનું ક્ષેત્ર તો દ્રવ્ય છે;
✽પ્રવચનસાર ગા. ૮૭ ટીકા.