વીર્યશકિત[ ૬૭
નરકાદિ ક્ષેત્ર તો ભિન્ન વસ્તુનું કારણ છે (અને) આત્મપ્રદેશ ક્ષેત્ર
ગુણ પર્યાયથી અભિન્ન છે. આ પ્રદેશક્ષેત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ
સિદ્ધ થાય છે. (તે આ પ્રમાણે – ) ✽
ઉપચારથી એક પ્રદેશને મુખ્ય
કરીએ તેનો ઉત્પાદ, બીજા પ્રદેશની ગૌણતા તે વ્યય ગણવો (અને)
ધ્રુવ મુખ્ય ગૌણપણા રહિત અનુસ્યૂત શક્તિ-વસ્તુરૂપ શક્તિ છે – એ
પ્રકારે ધારવું. એ પ્રમાણે પ્રદેશ ક્ષેત્રનો અનંત મહિમા છે. આ પ્રદેશ
ક્ષેત્ર, લોકાલોકને જાણવા માટે અરીસો છે. જે જીવોએ આ પ્રદેશ –
આ પ્રદેશક્ષેત્ર – માં નિવાસ કર્યો છે તેઓ જ અનંત સુખના ભોક્તા
થયા છે. આવા પ્રદેશક્ષેત્રને (ટકાવી) રાખવાના સામર્થ્યનું નામ
ક્ષેત્રવીર્યશક્તિ છે.
કાળવીર્ય
હવે કાળવીર્ય (શક્તિ) કહીએ છીએઃ —
કાળ – પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા તે કાળ છે, તેને
(ટકાવી) રાખવાની સામર્થ્યતાનું નામ કાળવીર્ય શક્તિ છે. દ્રવ્યની
વર્તના તે દ્રવ્ય-કાળ-ક્ષણ છે. ગુણની વર્તના તે ગુણકાળ છે, પર્યાયની
વર્તના તે પર્યાય – કાળ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે – દ્રવ્યવર્તના તો ગુણપર્યાયવર્તનાથી છે,
માટે ગુણપર્યાયવર્તના પણ દ્રવ્યવર્તના છે. (તથા) દ્રવ્યવર્તનાથી
ગુણપર્યાયવર્તના છે, માટે દ્રવ્યવર્તનામાં ગુણપર્યાયવર્તના કહો (અને)
ગુણપર્યાય (વર્તના)માં દ્રવ્યવર્તના કહો?
તેનું સમાધાાન – હે ભવ્ય! તેં જે પ્રશ્ન કર્યો તે તો સાચો છે,
પરંતુ અહીં જે વિવક્ષા છે તે કહીએ છીએ. ગુણપર્યાયના પુંજની વર્તના
તે દ્રવ્યવર્તના છે કેમ કે ગુણપર્યાયનો પુંજ તે દ્રવ્ય છે. દ્રવ્યનો સ્વભાવ
ગુણ-પર્યાય છે, તે દ્રવ્ય પોતના સ્વભાવરૂપે વર્તે છે તેથી દ્રવ્યવર્તનામાં
✽જુઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.