Chidvilas (Gujarati). Tapa Virya.

< Previous Page   Next Page >


Page 68 of 113
PDF/HTML Page 82 of 127

 

background image
૬૮ ]
ચિદ્દવિલાસ
સ્વભાવ આવ્યો પરંતુ એટલું વિશેષ છે કે જુદી ગુણવર્તનામાં ગુણવર્તને
છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે; એ
પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં
પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે
જે સમયે જે પર્યાય છે
તે પર્યાયની વર્તના તેમાં છે; બીજા સમયના પર્યાયની વર્તના બીજા
સમયના પર્યાયમાં છે. એકપર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી)
નથી (કેમકે) પર્યાય જુદા જુદા છે. તેથી દ્રવ્યની ગુણ પર્યાયના
પુંજની
વર્તના એક ગુણમાં કે એક પર્યાયમાં આવી જતી નથી, કેમ
કે વસ્તુનો એક ગુણ (આખા) દ્રવ્યરૂપ હોય નહિ. જો ગુણપુંજ
(
દ્રવ્ય) એક ગુણમાં જ આવી જાય તો ગુણ અનંત (હોવાથી) અનંત
દ્રવ્ય થઈ જાય. ગુણપુંજવર્તના દ્રવ્યની (છે), તેને એક ગુણવર્તના ન
કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે
છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિવક્ષામાં ગુણવર્તના,
પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવક્ષાથી છે.
તેથી ગુણ-પર્યાય-દ્રવ્યની વર્તના
મર્યાદા અથવા સ્થિતિ, તેને નિષ્પન્ન
રાખવાનું (જે) સામર્થ્ય તેનું નામ કાળવીર્યશક્તિ છે.
તપવીર્ય
હવે તપવીર્યનું વર્ણન કરીએ છીએઃતપ નિશ્ચય અને
વ્યવહાર (એવા) બે ભેદને ધારણ કરે છે. બાર પ્રકારના તપ,
પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે); તેનાથી કર્મની નિર્જરા
ત્યારે જ થાય કે જ્યારે ઇચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઇચ્છા
મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા
થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ
વ્યવહારતપવીર્યશક્તિ છે; તેના પ્રભાવથી અનેક ૠદ્ધિઓ ઊપજે છે.
હવે નિશ્ચય તપવીર્યશક્તિનું સ્વરૂપ કહીએ છીએઃ