વીર્યશકિત[ ૬૯
તપ એટલે તેજ; તેજ એટલે પોતાની તેજસ્વી અનંતગુણ
ચેતનાની પ્રભાનો પ્રકાશ તેને નિષ્પન્ન રાખવાના સામર્થ્યનું નામ
નિશ્ચયતપવીર્યશક્તિ કહીએ. જ્ઞાનચેતનાનો પ્રકાશ સ્વસંવેદન (રૂપ)
તથા સ્વપરપ્રકાશક (રૂપ) ૧નિજપ્રભાભારના વિકાસથી શોભિત તેજ
(છે). એ જ પ્રકારે દર્શન નિરાકાર – ઉપયોગ (રૂપ) સર્વદર્શિત્વ(રૂપ),
સામાન્ય ચેતનાના પ્રભાભારના પ્રકાશ (રૂપ) તેજ (છે) એ જ
પ્રમાણે અનંત ગુણના તેજપુંજના પ્રભાભારનો પ્રકાશ (તે) દ્રવ્યનું તેજ
(છે), પર્યાય સ્વરૂપના પ્રભાભારનો પ્રકાશ (તે પર્યાયનું) તેજ છે. એ
પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રભાભારનો પ્રકાશ તે (નિશ્ચય) તપ
કહીએ, તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ નિશ્ચય
તપવીર્યશક્તિ કહીએ.
ભાવવીર્ય
હવે ભાવવીર્યશક્તિ કહીએ છીએઃ — જેના પ્રભાવથી વસ્તુ
પ્રગટે તેને ભાવ કહીએ. વસ્તુનો સર્વ સ્વરસ ભાવ છે. ભાવ તે
વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુપણું ભાવદ્વારા જાણીએ છીએ. જેમ
અક્ષરાર્થ ભાવાર્થ વડે સફળ છે તેમ ભાવવડે વસ્તુ છે. વસ્તુનું
ઉપાદાન અક્રમ-ક્રમ સ્વભાવભાવ છે; તેના ત્રણ ભેદ છે – દ્રવ્યભાવ,
ગુણભાવ (અને) પર્યાયભાવ. (હવે) દ્રવ્યભાવ કહીએ છીએ – ગુણ –
પર્યાયના ભાવના સમુદાયરૂપ દ્રવ્યભાવ કહીએ. ગુણના ભાવના
અનંત ભેદ છે. જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન – જાણવારૂપ શક્તિનો ભાવ – ગુણ
છે (અને) જ્ઞેયાકાર પર્યાય દ્વારા જ્ઞાન થાય છે તે પર્યાય છે. (એ
રીતે) ત્રણે (દ્રવ્ય-ગુણ-પર્યાય) જ્ઞાનના ભાવવડે સધાય છે. ભાવ –
ગુણવડે ગુણી સધાય છે; તે (આ રીતે કે – ) દ્રવ્યથી ભાવ છે, પણ
ગુણથી ગુણી એમ કહેતાં ભાવથી જ દ્રવ્યની સિદ્ધિ (થાય છે);
૧. નિજપ્રભાભાર – નિજપ્રભાનો સમૂહ