Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 78 of 113
PDF/HTML Page 92 of 127

 

background image
૭૮ ]
ચિદ્દવિલાસ
ગુણોમાં વ્યાપક છે, અખંડિત છે. (જો) એક ગુણને ખંડખંડ પર્યાયવડે
જુદો જુદો વ્યાપક કહેવામાં આવે તો સૂક્ષ્મ[ત્વ ગુણ] અનંત થઈ જાય.
એક ન રહે; એમ થતાં દ્રવ્ય અનંત થઈ જાય. [પરંતુ] ગુણદ્રવ્ય એક
છે તેથી સર્વ પ્રદેશરૂપ વસ્તુ છે તેમ જ ગુણ [પણ સર્વપ્રદેશરૂપ] છે.
[જેમ] એક ગુણ તો સર્વે ગુણોમાં પોતાનું રૂપ ધરે છે (અને) વ્યાપક
છે તેમ એક પ્રદેશ સર્વે પ્રદેશોમાં વ્યાપક નથી. એક પ્રદેશનું અસ્તિત્વ
એક પ્રદેશમાં છે ને બીજાનું બીજામાં છે. પરંતુ ચેતનાના અભિન્નપણાને
લીધે સર્વે પ્રદેશો અભિન્નસત્તારૂપ છે. એક વસ્તુના પ્રદેશ પરસ્પર
અનુસ્યુતિરૂપ અભેદ છે. પ્રદેશના સ્વરૂપનો નિર્ણય કરવા માટે કથનમાં
તો ભેદ કહ્યો પરંતુ (સર્વે પ્રદેશોની) જાતિશક્તિસત્તાપ્રકાશ વગેરે
અભેદ છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ છે તે સર્વે પ્રદેશોમાં પોતાના સંપૂર્ણ
અસ્તિત્વને ધારણ કરે છે. તેનામાં સંપૂર્ણતા છે (એટલે) સર્વે ગુણોને
સંપૂર્ણ સૂક્ષ્મ કર્યા, વસ્તુમાં જેટલા પ્રદેશો કહ્યા તેમાં તે એકેક પ્રદેશનો
સૂક્ષ્મત્વગુણ જુદો ન કહીએ, (કેમ કે) એ પ્રમાણે સૂક્ષ્મ(ત્વ) ગુણ જુદો
કહેતાં તો ગુણખંડ થઈ જાય. માટે (સર્વ પ્રદેશોમાં) અભેદ પ્રકાશ છે.
તેમાં ભેદ અંશકલ્પના (હોવા) છતાં અભેદ છે; પ્રદેશો
અવયવોનો પુંજ
છે તે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ પ્રદેશોમાં સર્વજ્ઞત્વ અને
સર્વદર્શિત્વશક્તિ છે એ પ્રદેશો પોતાના યથાવત્ સ્વભાવરૂપ છે તેથી તે
તત્ત્વ’શક્તિને ધારણ કરે છે (અને) પરપ્રદેશોરૂપ થતા નથી તેથી
અતત્ત્વ’ શક્તિને ધારણ કરે છે, (તેમ જ તે પ્રદેશો) જડતા રહિત
[હોવાથી] ચૈતન્ય શક્તિને ધારણ કરે છે.ઇત્યાદિ અનંત શક્તિઓને
એ પ્રકારે ધરે છે. [એ રીતે] પ્રદેશશક્તિ અનંત મહિમાને ધરે છે.
❈ ❈ ❈
પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.
૧. સમયસાર ગુજ. પૃ. ૫૦૪;
૩ સમયસાર ગુજ. પૃ. ૫૦૫;
૪. જુઓ, ગુજ. સમયસાર. પૃ. ૫૦૩.