પ્રત્યેક દ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. જીવ જીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે અને અજીવ અજીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. આ રીતે બધાંય દ્રવ્યો પરસ્પર અસહાય છે; દરેક દ્રવ્ય સ્વસહાયી છે તથા પરથી અસહાયી છે. દરેક દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યની સહાય લેતું પણ નથી તથા કોઈ પણ પરદ્રવ્યને સહાય દેતું પણ નથી. શાસ્ત્રમાં ‘परस्परोपग्रहो जीवानाम्’ કથન આવે છે, પરંતુ તે કથન ઉપચારથી છે. તે તો તે-તે પ્રકારના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે. તે ઉપચારનું સાચું જ્ઞાન વસ્તુસ્વરૂપની મર્યાદા સમજવામાં આવે તો જ થાય છે, અન્યથા નહિ. ૧૫૩.
એક જીવ નિગોદથી નીકળીને મોક્ષમાર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાદિગુણની ઉપાદાનશક્તિથી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બન્ને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે; તેમાં નિમિત્ત — કર્મ વગેરે — અકિંચિત્કર છે. ૧૫૪.
નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. જો નિમિત્ત જ