૯૨
કહી છે, કે વિકાર ને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે? વિકાર ને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે — આમ જે નિર્ણય કરે તે ‘પ્રભુ’ થઈને નિર્મળરૂપે પરિણમે, વિકારરૂપ અલ્પ પરિણમન હોય તેની તેને રુચિ ન હોય. એકાન્ત આસ્રવ-બંધરૂપ મલિન ભાવે પરિણમે તેણે ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. ૧૬૩.
મોક્ષમાર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે પણ સાધકપણું તેના આશ્રયે નથી. ધર્મીને ભૂમિકાનુસાર રાગ હોય છે પણ રાગ પોતે ધર્મ નથી. ધર્મીને શુભ રાગરૂપ વ્યવહાર હોય છે પણ તેના આશ્રયે તેઓ લાભ માનતા નથી. જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ હોતી નથી અને જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુઃખ હોતું નથી અને જેને એકલું દુઃખ છે તેને તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી. સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી અને અનંત ભવની શંકાવાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને જે ઓળખે છે તેને અનંત ભવ હોતા નથી