૯૪
નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૬૬.
મારું સ્વરૂપ નિર્વિકારી છે, વીતરાગ પરમાત્મા જેવા છે તેવો હું છું — એવું નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન કર્યું નહિ, તેથી પરિભ્રમણ ટળ્યું નહિ. વ્રતના પરિણામથી પુણ્ય બંધાય, અવ્રતના પરિણામથી પાપ બંધાય ને આત્માનો સ્વભાવપર્યાય પ્રગટાવે તો મોક્ષપર્યાય પ્રગટે. દયા, સત્ય વગેરે ભાવ પાપ ટાળવા માટે બરાબર છે, પણ એનાથી હળવે હળવે ધર્મ થશે — ચારિત્ર પ્રગટશે એમ માને તો તે માન્યતા ખોટી છે. આત્માની સમજણ વગર એકે ભવ ઘટે એમ નથી. ૧૬૭.
પરાલંબનદ્રષ્ટિ તે બંધભાવ છે ને સ્વાશ્રયદ્રષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસન્મુખ દ્રષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે અને બહિર્મુખ દ્રષ્ટિ થતાં જે વ્રત-દાન-ભક્તિના ભાવ આવે તે બધા પરાશ્રિત હોવાથી બંધભાવો છે. તે