રોટલાનો સ્વાદ ન આવે, તેમ જેણે આનંદસ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી, એકાકારપણું થતું નથી. સ્વ-સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાંનો રસ તૂટી ગયો છે. ૧૭૫.
કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલા- એકલા કેમ ગમતું હશે? અરે ભાઈ! જંગલ વચ્ચે નિજાનંદમાં ઝૂલતા મુનિરાજો તો પરમ સુખી છે; જગતના રાગદ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાય — એવું તેનું સ્વરૂપ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે. ૧૭૬.
‘જ્ઞાનસ્વરૂપ આત્મા છે’ એવા ગુણગુણીના ભેદનો વિકલ્પ, આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેનેય છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે