૯૮
સ્વભાવ લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતાં જ પર્યાયમાં પરમ આનંદનાં મોતી ઝરે છે. ‘દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે’ એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા થઈ ગઈ. ૧૭૩.
ત્રિકાળી સત્ ચૈતન્યપ્રભુ — તારું ધ્રુવ તત્ત્વ — એની દ્રષ્ટિ તેં કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારી દ્રષ્ટિ છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે જ; પરંતુ જાણવા-દેખવાની વર્તમાન દશા જે તારી કરેલી છે, તારી છે, તારામાં છે, તારા દ્રવ્યનો વર્તમાન અંશ — અવસ્થા છે, તેના ઉપર દ્રષ્ટિ — પર્યાયદ્રષ્ટિ — તે પણ મિથ્યાત્વ છે. એ પર્યાયદ્રષ્ટિ અનાદિની છે. પર્યાય પરની દ્રષ્ટિ છોડી ત્રિકાળી દ્રવ્ય- સ્વભાવ ઉપર તારી દ્રષ્ટિ કદી આવી નથી. મિથ્યાત્વ ને રાગાદિના દુઃખથી છૂટવાનો — વિકલ્પ તોડવાનો — બીજો કોઈ ઉપાય નથી; અંતર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવની — શુદ્ધ જ્ઞાયક પરમભાવની — દ્રષ્ટિ કરવી તે એક જ ઉપાય છે. ૧૭૪.
જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના