૧૦૬
અહા! આઠ વર્ષનો એ નાનકડો રાજકુમાર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય ત્યારે વૈરાગ્યનો એ અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી ઊતર્યા! વાહ રે વાહ! ધન્ય એ મુનિદશા!
જ્યારે એ નાનકડા મુનિરાજ બે-ત્રણ દિવસે આહાર માટે નીકળે ત્યારે આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ધીમે ધીમે ચાલ્યા આવતા હોય, યોગ્ય વિધિનો મેળ ખાતાં આહારગ્રહણ માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઊભા હોય, અહા! એ દેખાવ કેવો હશે!
પછી તો એ આઠ વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધ થઈ જાય. — આવી આત્માની તાકાત છે. અત્યારે પણ વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિ ભગવાન પાસે આઠ આઠ વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે. ૧૮૯.
શાસ્ત્રમાં બે નયની વાત હોય છે. એક નય તો જેવું સ્વરૂપ છે તેવું જ કહે છે અને બીજો નય જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે. આત્માનું શરીર છે, આત્માનાં કર્મ છે, કર્મથી વિકાર થાય છે — તે કથન વ્યવહારનું