૧૧૬
છે તેમ તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય-સ્વભાવમાં અંતર્મુખ થતાં બહિર્મુખ એવા વ્યવહાર- ભાવોનો નિષેધ થઈ જાય છે. — આ જ મોક્ષની રીત છે. ૨૦૯.
પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. ‘સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊડી જાય છે’ એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાન ને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસન્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે; — હું અલ્પ કાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. ૨૧૦.
જેમ ઘોર નિદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું