છે તોપણ અસ્થિરતા છે તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપભાવ અને બીજાને સુખી કરવાના, જિવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ આવે છે. પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી, અવશિષ્ટ રાગને ટાળીને મોક્ષપર્યાય પ્રગટ કરીશું — એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે. ૨૫૫.
દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. સ્વતંત્રતાની આ વાત સમજવામાં મોંઘી લાગે, પરંતુ જેટલો કાળ સંસારમાં ગયો તેટલો કાળ મુક્તિ પ્રગટ કરવામાં ન જોઈએ માટે સત્ય તે સહેલું છે. સત્ય જો મોંઘું હોય તો મુક્તિ થાય કોની? માટે જેને આત્મહિત કરવું છે તેને સત્ય નજીક જ છે. ૨૫૬.
‘આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે’ – આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમ શાન્તરસને બતાવનારી આ વાણી