૧૩૬
તે ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ તપ છે. ૨૫૨.
જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. ૨૫૩.
કોઈના આશીર્વાદથી કોઈનું ભલું થતું નથી, કોઈના શાપથી કોઈનું બૂરું થતું નથી. સૌનાં પુણ્ય-પાપ પ્રમાણે થાય છે. કેટલાક એમ માને છે કે ભક્તામર-સ્તોત્ર બોલવાથી નાગા-ભૂખ્યા રહીએ નહિ; પણ એનો અર્થ શું થયો? — કે રોટલા, પાણી ને લૂગડાંના ઓશિયાળા કોઈ દિવસ મટીએ નહિ. અરે ભાઈ! આવું ઊંધું માગ્યું? એના કરતાં એવો ભાવ કર કે પ્રભુ! તમારા ગુણોનું મને બહુમાન છે, તમારા ગુણો મને ગોઠે છે, એટલે કે આત્માના ગુણો મને ગોઠે છે, તેથી તમારી ભક્તિ કરું છું, સ્તુતિ કરું છું. ૨૫૪.
ભરત ચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે ધર્માત્મા સંસારમાં હતા પરંતુ તેમને નિરાળા નિજ આત્મતત્ત્વનું ભાન હતું. બીજાને સુખી-દુઃખી કરવું, મારવું-જિવાડવું તે આત્માના હાથમાં નથી એમ તેઓ બરાબર સમજે