અભેદ આત્માની અપેક્ષાએ તે ભેદ પડતા નથી. તે કળાના ભેદ ઉપર દ્રષ્ટિ નહિ રાખતાં આખા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવી તે જ કળા ઊઘડવાનું કારણ છે. ૨૪૯.
નીતિ તે કપડાં સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. જેમ કપડાં વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. ૨૫૦.
દેવ-શાસ્ત્ર-ગુરુ એમ કહે છે કે ભાઈ! તારો મહિમા તને આવે તેમાં અમારો મહિમા આવી જાય છે. તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો નથી, અમને તેં ઓળખ્યાં નથી. ૨૫૧.
તપની વ્યાખ્યા ‘રોટલા ન ખાવા’ તે નથી; પણ આત્મા જ્ઞાનાનંદમય એક સ્વતંત્ર પદાર્થ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્રતા થતાં જે ઉજ્જ્વળતાના પરિણામ થાય છે તેને ભગવાન તપ કહે છે; અને તે વખતે જે વિકલ્પ હોય તેને વ્યવહારે તપ કહેવાય છે. આત્માની લીનતામાં વિશેષ ઉગ્રતા થાય છે