૧૩૪
સંયમના ભેદોમાં સંયમને ગોતવાથી સંયમની અવસ્થા પ્રગટે નહિ, પણ ‘હું આત્મા તો અભેદપણે વીતરાગ- સ્વરૂપ છું, અનંત ગુણોનો અભેદ પિંડ છું’ એવી અભેદ દ્રષ્ટિના જોરે (સ્થિરતા વધતાં) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. ‘અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે’ એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપ છે — એમ તેના ઉપર દ્રષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં) સંયમ પ્રગટે છે. ગુણ-ગુણીનો ભેદ પણ વસ્તુદ્રષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દ્રષ્ટિનો વિષય છે. ૨૪૮.
ચંદ્ર તો પોતે સોળ કળાએ પૂર્ણ છે, તેને નિત્ય- રાહુ આડો હોય છે; રાહુ જેમ ખસતો જાય તેમ ચંદ્રની એક એક કળા ઊઘડતી જાય છે. ચંદ્રમાં બીજ, ત્રીજ, ચોથ વગેરે કળાના ભેદ પોતાથી નથી પણ રાહુના નિમિત્તની અપેક્ષાથી છે. એ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે, તેમાં પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષાએ નથી, પણ નિમિત્ત એવો જે કર્મરૂપ રાહુ તેની અપેક્ષાએ છે. પુરુષાર્થ વડે તે ખસતો જાય છે તેથી સંયમની કળાના ભેદ પડે છે, પણ