૧૪૨
સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, તેની દ્રષ્ટિમાં તેને જડ જ ભાસે છે માટે તેને જડ કહ્યો છે. ૨૬૫.
જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી.
પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવી હોય તો તે સંભારવા જ્ઞાનમાં ક્રમ પાડવો પડતો નથી. જેમ કાપડના પચાસ તાકા ઉપરાઉપર ખડક્યા હોય ને તેમાંથી નીચેનો તાકો કાઢવો હોય તો ઉપરના તાકા ફેરવ્યા પછી જ નીચેનો તાકો નીકળે, તેમ જ્ઞાનમાં પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવા માટે વચલાં ઓગણપચાસ વર્ષની વાતને સંભારવી પડતી નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે તે જ રીતે પચાસ વર્ષ પહેલાંની વાત પણ ઝટ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી; કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે.
જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તોપણ તેનું વજન લાગતું નથી. ઘણાં પુસ્તકો જાણ્યાં તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે.
જ્ઞાન શુદ્ધ અવિકારી છે; જ્ઞાનમાં વિકાર નથી. જુવાનીમાં કામ-ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી, કાળા