કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી; તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતાં તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, પણ તેમ થતું નથી. આત્મા પોતે શુદ્ધ-અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ; તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી. ૨૬૬.
વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષમાર્ગ — સાચો ધર્મ — છે. જોઈને ચાલવું, ભાષા મૃદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરાપ્રમાણ જોઈને ચાલવું વગેરે. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ મ્લેચ્છ ન સમજી શકે, પણ ‘સ્વસ્તિ’નો અર્થ તેની ભાષામાં કહે કે ‘તારું અવિનાશી કલ્યાણ થાઓ’ તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર