૧૪૪
એવા ભેદ પાડીને સમજાવે છે પણ તે ભેદ કહેવામાત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. સમયસારમાં શ્રીમદ્- ભગવત્કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે — जह णवि सक्क मणज्जो अणज्जभासं विणा दु गाहेदुं ।
જેમ અનાર્યને — મ્લેચ્છને મ્લેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવાયોગ્ય નથી. ૨૬૭.
આત્મા તદ્દન જ્ઞાયક છે; તે સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. ‘અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ’ એમ સ્વભાવનો અણગમો — સ્વભાવ ન ગોઠે — તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દ્રષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે; પર પદાર્થ પ્રત્યે