અહંબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે; વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે; સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ૨૬૮.
ભરત ચક્રવર્તી અને બાહુબલી બન્ને ભાઈને લડાઈ થઈ. સાધારણને તો એવું લાગે કે સમ્યગ્જ્ઞાની, વળી બન્ને ભાઈ, વળી એ જ ભવે બન્ને મોક્ષ જવાના ને આ શું? પરંતુ લડતી વખતે પણ ભાન છે કે હું આ બધાથી ભિન્ન છું. તે લડાઈના જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. પોતાના શુદ્ધ, પવિત્ર આનંદઘનસ્વભાવનું ભાન વર્તે છે, પરંતુ અસ્થિરતા છે તેથી લડાઈમાં ઊભા છે. ભરત ચક્રવર્તી જીતી શક્યા નહિ, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂક્યું. એ વખતે બાહુબલીજીને વૈરાગ્ય આવ્યો કે ધિક્કાર છે આ રાજને! અરે! આ જીવનમાં રાજને માટે આ શું? જ્ઞાની પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યનાં ફળથી પણ રાજી નથી. બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા, પરથી ભિન્ન છું, એને આ ન હોય, આ ન શોભે! ધિક્કાર છે આ રાજને! એમ વૈરાગ્ય આવતાં મુનિપણું