૧૫૦
અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદાશુદ્ધ છે, કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગિત દશા વખતે સ્ફટિક- મણિના વિદ્યમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ શકે છે, તેમ વિકારી, અધૂરી દશા વખતે પણ જીવના વિદ્યમાન નિર્વિકારી, પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ પણ થતો નથી, મુનિપણું પણ નરકાદિનાં દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. ‘હું કૃતકૃત્ય છું’ પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ જોઈતું નથી’ એવી પરમ ઉપેક્ષારૂપ, સહજ ઉદાસીનતારૂપ, સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું દ્રવ્યસ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી. આવા શુદ્ધદ્રવ્યસ્વભાવના જ્ઞાયકસ્વભાવના નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે, તેની લગની પ્રત્યે વળવાનો પ્રયાસ આત્માર્થીઓએ — ભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુઓએ — કરવા જેવો છે. ૨૭૭.
જેને આત્માની ખરેખરી રુચિ જાગે તેને ચોવીશે કલાક એનું જ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય તે વખતે પણ, પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી, ફડાક