દઈને અંદરમાં ઊતરી જાય છે; એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ તેનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો ‘અરેરે! મારે આમ છે ને તેમ છે’ – એમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જા ને! ભાઈ! આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૨૭૮.
આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક- સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯.
લીંડીપીપરનો દાણો કદે નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં ચોસઠ પહોરી