૧૫૨
તીખાશની — પૂર્ણ તીખાશની શક્તિ સદા ભરપૂર છે. એ દ્રષ્ટાન્તે આત્મા પણ કદે શરીરપ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં તેનામાં પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવ, આનંદસ્વભાવ ભરેલો છે. લીંડીપીપરને ચોસઠ પહોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળીને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. ૨૮૦.
પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ.
પ્રશ્નઃ — મહારાજ! બે જીવોને ૧૪૮ કર્મપ્રકારો સંબંધી સર્વ ભેદપ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગ બધુંય બરાબર એક સરખું હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્નભિન્ન પ્રકારના?
ઉત્તરઃ — ભિન્ન ભિન્ન પ્રકારના.
પ્રશ્નઃ — બંને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો પછી ભાવ ભિન્નભિન્ન પ્રકારના કેમ કરી શકે?
ઉત્તરઃ — ‘અકારણ પારિણામિક દ્રવ્ય છે’; અર્થાત્ જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે