પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. ૨૮૧.
જેમ ચણામાં મીઠાશની તાકાત ભરી છે, કચાશને લીધે તે તૂરો લાગે છે ને વાવવાથી ઊગે છે, પણ શેકવાથી તેનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે અને તે વાવ્યો ઊગતો નથી; તેમ આત્મામાં મીઠાશ એટલે અતીન્દ્રિય આનંદશક્તિ ભરપૂર પડી છે, તે શક્તિને ભૂલીને ‘શરીર તે હું, રાગાદિ તે હું’ એવી અજ્ઞાનરૂપી કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે ને ફરી ફરી અવતાર ધારણ કરે છે, પરંતુ પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શેકવાથી સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને પછી તેને અવતાર થતો નથી. ૨૮૨.
મુનિરાજને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં ચૈતન્યગોળો છૂટો પડી જાય છે ને તેઓ અતીન્દ્રિય આનંદામૃતરસને વેદે છે. ઊંઘમાં પણ તેમને ક્ષણવાર ઝોલું આવે છે ને ક્ષણવાર જાગે છે; ક્ષણવાર જાગે છે ત્યારે તેમને