૧૫૪
અપ્રમત્તધ્યાન થઈ જાય છે, સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે. — એમ વારંવાર મુનિરાજ પ્રમત્ત-અપ્રમત્ત દશામાં ઝૂલતા હોય છે. આવી મુનિરાજની નિદ્રા છે; તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે. અંતર્મુહૂર્ત સિવાય વધારે કાળ છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝોલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ૨૮૩.
સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂઢ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ! સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એક વાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાન્તિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી. અંતરનું એક ચિદાનંદ તત્ત્વ જ ભાવના કરવા જેવું છે. ૨૮૪.
સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે