અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ ‘હું જાણું છુ’, ‘હું સમજું છુ’, ‘આના કરતાં હું વધારે છું’, આનાં ‘કરતાં મને વધારે આવડે છે’ વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી.
જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે; બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં ‘હું’ અને ‘મારું કર્યું થાય છે’ એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઊઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોંટ્યો છે. ૨૮૫.
આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને જ માટે ઝાવાં નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર — એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખ- શક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી