૧૫૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
કે — આત્મામાં અખંડ આનંદસ્વભાવ ભર્યો છે; જેમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવ ભર્યો છે એવા ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, તેમાં લીનતા કરે, તો તેમાંથી કેવળજ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય.
મહાવીર ભગવાનનાં જે આ ગાણાં ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે. ૨૮૭.