લાયકાત તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે.
જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને (વીતરાગતાનો) લાભ કરતો નથી. તે શુભ રાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો. ત્યાં મુનિપણે સ્વરૂપરમણતામાં રમતા હતા ત્યારે, સ્વરૂપ- રમણતામાંથી બહાર આવતાં, એવો વિકલ્પ ઊઠ્યો કે — અહા! આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે? બધા જીવો આવો સ્વભાવ પામો. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે કે — અહા! આવો મારો ચૈતન્ય- સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય? હું પૂરો ક્યારે થાઉં? અંતરમાં એવી ભાવનાનું જોર છે, અને બહારથી એવો વિકલ્પ આવે છે કે ‘અહા’ આવો સ્વભાવ બધા જીવો કેમ પામે?’ એવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તેમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું.
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી છાસઠ દિવસ પછી છૂટી. કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોક, સ્વ-પર સમસ્ત દ્રવ્યો તેમ જ તેમના અનંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્તામલકવત્ અત્યંત સ્પષ્ટપણે જાણે છે. ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યું છે