[ ૧૬૩ ]
૩. અધ્યાત્મરસના રાજવી કહાનગુરુ
શાસન તણા શિરોમણિ સ્તવના કરું ‘ગુરુ ક્હાન’ની;
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.૧.

અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો;
તું શુદ્ધરસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.૨.

તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો;
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.૩.

પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો;
તેં શુદ્ધ ચેતનધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.૪.

અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી;
શુભ દ્રવ્યભાવે તપ તપ્યેથી શુદ્ધિ કરી શુભ નેમથી.૫.

નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તેં સહી;
શુદ્ધાત્મરસ – ભોગી ભ્રમર, શુભદ્રષ્ટિ તારામાં રહી.૬.

ઔદાર્યને તેં આદરી જગમાં જણાવ્યું બોલથી;
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ – તોલથી.૭.

તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા;
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.૮.

પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં;
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.૯.

દુનિયા થકી ડરતો નથી, આશા નથી, મમતા જરી;
જ્યાં હું વસું ત્યાં તું નહીં — એ ભાવના વિલસે ખરી.૧૦.