Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 175 of 181
PDF/HTML Page 202 of 208

 

[ ૧૭૫ ]
૧૦. સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે
(રાગઃ સીમંધરમુખથી ફૂલડાં ખરે)

ઉમરાળા ધામમાં રત્નોની વર્ષા,

જન્મ્યા તારણહાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

ઊજમબા-માતાના નંદન આનંદકંદ,

શીતળ પૂનમનો ચંદ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧.

મોતીચંદભાઈના લાડીલા સુત અહો!

ધન્ય માતાકુળગ્રામ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

દુષમ કાળે અહો! ક્હાન પધાર્યા,

સાધકને આવ્યા સુકાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૨.

વિદેહમાં જિન-સમવસરણના

શ્રોતા સુભક્ત યુવરાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

ભરતે શ્રીકુંદકુંદમાર્ગપ્રભાવક

અધ્યાત્મસંત શિરતાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૩.

વરસ્યાં કૃપામૃત સીમંધરમુખથી,

યુવરાજ કીધા નિહાલ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;