[ ૧૭૬ ]
ત્રિકાળ – મંગળ – દ્રવ્ય ગુરુજી,
મંગળમૂર્તિ મહાન રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૪.
આત્મા સુમંગળ, દ્રગજ્ઞાન મંગળ,
ગુણગણ મંગળમાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે,
સ્વાધ્યાય મંગળ, ધ્યાન અતિ મંગળ,
લગની મંગળ દિનરાત રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૫.
સ્વાનુભવમુદ્રિત વાણી સુમંગળ,
મંગળ મધુર રણકાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે.
બ્રહ્મ અતિ મંગળ, વૈરાગ્ય મંગળ,
મંગળ મંગળ સર્વાંગ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૬.
જ્ઞાયક – આલંબન – મંત્ર ભણાવી,
ખોલ્યાં મંગળમય દ્વાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;
આતમસાક્ષાતકાર – જ્યોતિ જગાવી,
ઉજાળ્યો જિનવરમાર્ગ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૭.
પરમાગમસારભૂત સ્વાનુભૂતિનો
યુગ સર્જ્યો ઉજમાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;