Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 208

 

કહાનગુરુ-મહિમા
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહિ ગજાવનહારા,
વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
ગુરુજી જન્મ તમારો રે,
જગતને આનંદ કરનારો.
પાવન-મધુર-અદ્ભુત અહો! ગુરુવદનથી અમૃત ઝર્યાં,
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યાં;
ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા,
ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં,
સ્થળ-સ્થળમાં ‘ભગવાન આત્મ’ના ભણકારા સંભળાતા;
કણ કણ પુરુષારથ પ્રેરે,
ગુરુજી આતમ અજવાળે.
(બહેનશ્રી ચંપાબેન)