[ ૨૦ ]
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢ — આત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતન — સદૈવ આત્માર્થીઓના જીવનપંથને ઉજાળતું રહેશે.
હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરુદેવ! આપશ્રીનાં પુનિત ચરણોમાં — આપની માંગલિક પવિત્રતાને, પુરુષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીને — અત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો! જયવંત વર્તો!!
અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુક્હાનનો.
ફાગણ સુદ ૭ વિ. સં ૨૦૪૧ તા. ૨૭ – ૨ – ૧૯૮૫
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
❀