કર્યાં હતાં, તેની અભિવ્યક્તિ ‘વાહ! આવી વસ્તુસ્થિતિ!’ એમ વિવિધ પ્રકારે સહજભાવે ઉલ્લાસપૂર્વક તેમનાથી થઈ જતી, જેની ઊંડી આત્માર્થપ્રેરક અસર શ્રોતાઓનાં હૃદય પર પડતી. મુખ્યત્વે આવા પ્રકારે તેમના દ્વારા સહજપણે ધર્મોદ્યોત થઈ ગયો હતો. આવી પ્રબળ બાહ્ય પ્રભાવના થવા છતાં, પૂજ્ય ગુરુદેવને બહારનો જરા પણ રસ નહોતો; તેમનું જીવન તો આત્માભિમુખ હતું.
પૂજ્ય ગુરુદેવનું અંતર સદા ‘જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક, ભગવાન આત્મા, ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ, શુદ્ધ...શુદ્ધ...શુદ્ધ, પરમ પારિણામિકભાવ’ એમ ત્રિકાળિક જ્ઞાયકના આલંબનભાવે નિરંતર — જાગ્રતિમાં કે નિદ્રામાં — પરિણમી રહ્યું હતું. પ્રવચનોમાં ને તત્ત્વચર્ચામાં તેઓ જ્ઞાયકના સ્વરૂપનું અને તેના અનુપમ મહિમાનું મધુરું સંગીત ગાયા જ કરતા હતા. અહો! એ સ્વતંત્રતાના ને જ્ઞાયકના ઉપાસક ગુરુદેવ! તેમણે મોક્ષાર્થીઓને મુક્તિનો સાચો માર્ગ બતાવ્યો!
અહા! ગુરુદેવનો મહિમા શું કથી શકાય! ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. આ પંચમ કાળમાં આ મહાપુરુષનો — આશ્ચર્યકારી અદ્ભુત આત્માનો — અહીં અવતાર થયો તે કોઈ મહાભાગ્યની વાત છે. તેઓશ્રીએ સ્વાનુભૂતિની અપૂર્વ વાત પ્રગટ કરીને આખા ભારતના જીવોને જગાડ્યા છે. ગુરુદેવનું દ્રવ્ય ‘તીર્થંકરનું દ્રવ્ય’ હતું. આ ભરતક્ષેત્રમાં પધારીને તેમણે મહાન મહાન ઉપકાર કર્યો છે.
આજે પણ પૂજ્ય ગુરુદેવના સાતિશય પ્રતાપે સોનગઢનું સૌમ્ય શીતળ વાતાવરણ આત્માર્થીઓની આત્મસાધનાલક્ષી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની મધુર સુગંધથી મઘમઘી રહ્યું છે. આવું,