પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વિમાવાળો ભાંગે, દીકરી રાંડે, દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકીસાથે બધી સરખાઈની ફરી વળે. કોઈ કહે કે એવું તો કોઈક વાર થાય ને? અરે! પુણ્ય ફરે તો બધા પ્રસંગો ફરતાં વાર લાગે નહિ. પરદ્રવ્યને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને. માટે સદાઅફર સુખનિધાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા. ૨૩.
અહા! આત્માનું સુંદર એકત્વ-વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. અપૂર્વ પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. જગતનો પરિચય છોડી, પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવા અનુભવમાં પરમ શાન્તિ પ્રગટે છે, ને અનાદિની અશાન્તિ મટે છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ-પરિચય-અનુભવ દુર્લભ છે, પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. માટે હે જીવ! બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધસ્વરૂપને લક્ષમાં લે, ને તેમાં વસ. એ જ કરવા જેવું છે. ૨૪.
શ્રી કુંદકુંદાચાર્યદેવ જેવા વીતરાગી સંતના સ્વાનુભવની