Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 38.

< Previous Page   Next Page >


Page 24 of 181
PDF/HTML Page 51 of 208

 

૨૪

ગુરુદેવશ્રીનાં વચનામૃત

આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તેમાં મારા વર્તતા સ્વ- આત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, ‘આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છુંએ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું’. મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે.

સમયપ્રાભૃત એટલે સમયસારરૂપી ભેટણું. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટણું આપ્યે પરમાત્મદશાસિદ્ધદશા પ્રગટ થાય છે.

આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ- વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. ૩૭.

સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ