કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. અરે! સ્વપ્ના જેવો સંસાર છે; કોનું કુટુંબ ને કોનાં મકાન- મિલ્કત! આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. કુટુંબ, કીર્તિ ને મકાન બધું અહીં પડ્યું રહેશે. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો મરણસમયે તે છૂટો રહેશે. જો દેહથી ભિન્નતા નહિ કરી હોય તો મરણસમયે ભીંસમાં ભિંસાઈ જશે. માટે ટાણાં છે ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. ૭૮.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક — એ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. જેને, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી. તેને તેના ક્રૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી યુક્તિ અને ન્યાયથી