Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 208

 

[ ૫ ]

વીતરાગસર્વજ્ઞદેવપ્રણીત શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ મુમુક્ષુજગતને બતાવીને કૃપાળુ કહાનગુરુદેવે ખરેખર વચનાતીત અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ શતાબ્દીમાં સ્વાનુભૂતિપ્રધાન મોક્ષમાર્ગનો જે મહિમા પ્રવર્તે છે તેનું પૂરું શ્રેય પૂજ્ય ગુરુદેવને છે.

પૂજ્ય ગુરુદેવની અધ્યાત્મરસઝરતી, સ્વાનુભવમાર્ગપ્રકાશિની આ કલ્યાણી પ્રવચનગંગા જગતના જીવોને પાવન કરતી જે વહી જાય છે તેને જો લેખનબદ્ધ કરીને સ્થાયી કરવામાં આવે તો મુમુક્ષુજગતને મહાન લાભનું કારણ થાયએ પુનિત ભાવનાના બળે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા, સમયસાર વગેરે અનેક શાસ્ત્રો ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલાં પ્રવચનો લિપિબદ્ધ કરાવી, તે મિથ્યાત્વતમોભેદિની સમન્તભદ્રા અનુપમ વાણી ‘આત્મધર્મ’ માસિક પત્ર તેમ જ અનેક પ્રવચનગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી. એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનસાહિત્ય દ્વારા નિજહિતાર્થી મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર થયો.

અહો! આવા અસાધારણ પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ તેમની લોકોત્તર અનુભવવાણીનો મહિમા શો થાય! તે વિષે પોતાની ગુરુભક્તિભીની હૃદયોર્મિઓ વ્યક્ત કરતાં પ્રશમમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કહે છે કે

‘‘ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. તેમની વાણી પણ એવી અલૌકિક હતી કે અંદર આત્માની રુચિ જગાડે. તેમની વાણીનાં ઊંડાણ ને રણકાર કંઈક જુદાં જ હતાં. સાંભળતાં અપૂર્વતા લાગે ને ‘જડચૈતન્ય જુદાં છે’ તેવો ભાસ થઈ જાયએવી વાણી હતી. ‘અરે જીવો! તમે દેહમાં બિરાજમાન ભગવાન આત્મા છો કે જે અનંત ગુણોનો મહાસાગર છે. તે પ્રત્યક્ષ અનુભવગોચર ભગવાનને તમે અનુભવો; તમને પરમાનંદ થશે.’આવી ગુરુદેવની