Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 208

 

[ ૬ ]

અનુભવયુક્ત જોરદાર વાણી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરતી. ઘણી પ્રબળ વાણી! શુદ્ધ પરિણતિની ને શુદ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડેએવી મંગળમય વાણી ગુરુદેવની હતી.

અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.

પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય! પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.’’

પૂજ્ય ગુરુદેવશ્રીના તે વિશાળ પ્રવચનસાહિત્યમાંથી ચૂંટીને આ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકનો ઉદ્ભવ કઈ રીતે થયો તે આપણે જોઈએઃ

પૂજ્ય ગુરુદેવની સાધનાભૂમિમાંસુવર્ણપુરીમાંપ્રશમમૂર્તિ ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનીરાત્રે મહિલાશાસ્ત્રસભામાં ઉચ્ચારેલીસ્વાનુભવરસઝરતી ને દેવગુરુભક્તિભીની અધ્યાત્મ- વાણી પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં ‘બહેનશ્રીનાં વચનામૃત’રૂપે વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થઈ. તેમાં સમાયેલ અધ્યાત્મનાં તલસ્પર્શી ઊંડાં રહસ્યોથી પૂજ્ય ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન તેમ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની પ્રસન્ન ભાવના વ્યક્ત કરતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ દોશીને કહ્યુંઃ ‘‘ભાઈ! આ ‘વચનામૃત’ પુસ્તક એવું સરસ છે કે તેની એક લાખ પ્રત છપાવવી જોઈએ.’’ ‘બહેનશ્રીનાં વચનામૃત’ પુસ્તક વિષે પૂજ્ય ગુરુદેવની આવી અસાધારણ પ્રસન્નતા તેમ જ અહોભાવ જોઈનેસાંભળીને કેટલાક મુમુક્ષુઓને તેને સંગેમરમરના શિલાપટ પર ઉત્કીર્ણ કરાવવાની ભાવના જાગી. એ વાત પ્રસ્તુત થતાં પૂજ્ય ગુરુદેવે એવી