ભાવના વ્યક્ત કરી કે ‘વચનામૃત કોતરાવીને બહેનના (પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના) નામનું એક નવું સ્વતંત્ર મકાન થવું જોઈએ.’ મુરબ્બી શ્રી રામજીભાઈએ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના શિરોધાર્ય કરીને નક્કી કર્યું કે — ‘બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન’નું નિર્માણ કરવું; જેની શિલાન્યાસવિધિ વિ. સં. ૨૦૩૭ના કારતક સુદ પાંચમના શુભ દિને પૂજ્ય ગુરુદેવની મંગળ ઉપસ્થિતિમાં થઈ હતી.
શિલાન્યાસવિધિ સંપન્ન થયા પછી થોડા દિવસોમાં (ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં) ટ્રસ્ટીઓએ ને મુખ્ય કાર્યકર્તાઓએ, ‘વચનામૃતભવન’નું વિસ્તૃતીકરણ કરીને તેમાં પંચમેરુ-નંદીશ્વરની પ્રતિષ્ઠિત રચના કરવી અને ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પણ કોતરાવવાં, — એવો નિર્ણય કર્યો. તદનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીના સાહિત્યસમુદ્રમાંથી વીતરાગ માર્ગને સ્પષ્ટ કરનારા કેટલાક બોલ વીણીને ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’નું આ સંકલન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે તૈયાર કરાવ્યું, અને તેનું આરસશિલાપટ પર કોતરકામ પણ થયું; તથા પૂજ્ય બહેનશ્રીની મંગલ ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૪૧ના ફાગણ સુદ સાતમના શુભ દિને પંચમેરુ – નંદીશ્વરજિનાલયની પંચકલ્યાણકપુરસ્સર ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ.
શ્રી પંચમેરુ-નંદીશ્વરજિનાલયમાં ઉત્કીર્ણ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકાકારે પ્રકાશિત થાય તો સૌ કોઈને તેના અધ્યયનનો લાભ મળે — એ હેતુથી તે છપાવવાનું ‘ટ્રસ્ટ’ની યોજનાતળે હતું, અને પૂજ્ય બહેનશ્રી પણ, આ પુસ્તક શીઘ્ર બહાર પડે તો સારું — એવી અંતરમાં ગુરુવાણી પ્રત્યે તેમને ભક્તિભીની તીવ્ર ભાવના હોવાથી, અવારનવાર પૂછતાં કે — ‘‘ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તક ક્યારે બહાર પડશે?’’ પરંતુ તે કાર્ય વગર – પ્રયોજને ઢીલમાં પડયું હતું. તેવામાં, જેમણે પોતાની દેવ-ગુરુ પ્રત્યેની અપાર ભક્તિ વડે પંચમેરુ –