પર્યાય પ્રગટ થઈ તે આત્માનું કાર્ય છે. ૧૧૩.
ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદના ઢગલા ભર્યા છે. ૧૧૪.
અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, તે એને ખ્યાલમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું....જ્ઞાયક છું એમ ભાસમાં આવે, જ્ઞાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૧૧૫.
સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો તેની ‘હા’ પાડ; ‘ના’ પાડીશ નહિ. ‘હા’ માંથી ‘હા’ આવશે; પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. ૧૧૬.
દેવાધિદેવ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. સહજ વાણી ઊઠે છે, ‘ઉપદેશ આપું’ એવી