૭૦
પણ ઇચ્છા હોતી નથી. મેઘની ગર્જના જેમ સહજ ઊઠે છે તેમ ‘ૐ’ ધ્વનિ પણ સહજ ઊઠે છે. તે ગણધરદેવ દ્વારા દ્વાદશાંગ સૂત્રરૂપે રચાય છે. તેને જિનાગમ અર્થાત્ જિનપ્રવચન કહેવાય છે. ૧૧૭.
અધ્યાત્મશાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છંદે અપૂર્વ આત્મબોધ પ્રગટે નહિ. ગુરુગમરૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત્ સીધું સાંભળવું જોઈએ. ‘દીવે દીવો પ્રગટે.’ સત્ ઝીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. શ્રીમદે કહ્યું છેઃ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત;
ઘણા જીવોને સત્ સમજવાની અંતરથી તાલાવેલી થાય, ત્યારે સંસારમાંથી ઉન્નતિક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે. તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે — એવો મેળ સહજ થઈ જ જાય છે. તીર્થંકર કોઈ અન્ય માટે