Gurustutiaadisangrah (Gujarati). 2. GURU JANMAVADHAMANA (VAISHAKHA SUD BEEJANE VAR).

< Previous Page   Next Page >


Page 2 of 95
PDF/HTML Page 10 of 103

 

background image
[ ૨ ]
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર
- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
૨. ગુરુ-જન્મવધાામણાં
વૈશાખ સુદ બીજને વાર,
ઉજમબા ઘેર કહાન પધાર્યા;
(આજ ગુરુજન્મવધામણાં);
ગર્જયા દુંદુભિના નાદ,
ઉમરાળા ગામે કહાન પધાર્યા. ૧.
ન માય આનંદ કુટુંબીજન હૈયે,
ભાગ્યવાન મોતીચંદભાઈ....ઉજમબા૦;
કહાનકુંવરનો જન્મ જ થાતાં,
ગંધોદક વૃષ્ટિ થાય....ઉજમબા૦ ૨.
કહાનકુંવરનો જન્મ જ થાતાં,
મનવાંછિત કુદરત થાય....ઉજમબા૦;