Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 95
PDF/HTML Page 11 of 103

 

background image
[ ૩ ]
કહાન જનમતાં ભરતખંડ ડોલ્યું,
જનમ્યા અનુપમ કહાન....ઉજમબા૦ ૩.
મોતીચંદભાઈને ઘેર નૃત્ય આજ થાય છે,
ઘેર ઘેર મંગળ થાય....ઉજમબા૦;
દેવદેવેન્દ્રો મંગળ આજ ગાય છે,
ભરતખંડમાં ડંકા થાય....ઉજમબા૦ ૪.
બાળક કુંવર કહાન એ જુદા હતાં કોઈ,
ખેલતા’તા જ્ઞાનકુંજ માંહી....ઉજમબા૦;
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા,
લાગી ધૂન આતમાની માંહી..ઉજમબા૦ ૫.
વૈરાગી કહાને ત્યાગ જ લીધો,
કાઢ્યું અલૌકિક કાંઈ.....ઉજમબા૦;
કહાનગુરુએ બંસરી બજાવી,
મીઠા એ બંસરીના સૂર....ઉજમબા૦ ૬.
મીઠા આ સૂર અહીં આવ્યા છે ક્યાંથી,
જાગ્યો છે એક કોઈ સંત....ઉજમબા૦;
ચાલો સહુ એ સુણવા જઈએ,
મીઠા આ બંસરીના સૂર....ઉજમબા૦ ૭.
અબધૂત અલખ જગાડનાર સંત આ,
દેવોને આશ્ચર્ય થાય....ઉજમબા૦;
અધ્યાત્મરસનો રસીલો સંત આ,
શ્રુતસાગર ઊછળ્યા મહાન....ઉજમબા૦ ૮.
પાક્યા છે યુગપ્રધાની સંત આ,
સેવકને હરખ ન માય....ઉજમબા૦;
એવા સંતની ચરણસેવાથી,
ભવના આવે છે અંત..... ઉજમબા૦;