[ ૪ ]
પંચમકાળે અહોભાગ્ય ખીલ્યાં છે,
વંદન હોજો અનંત.....ઉજમબા૦ ૯.
✽
૩. ગુરુજીની વાણી
સાગર ઊછળ્યો ને જાણે લ્હેરીઓ ચડી;
ગુરુજીની વાણી એવી ગગને અડી.
પંખી ઉડતા’તાં હતી એક આશડી;
તરસ્યું છીપે જો મળી મીઠી વીરડી....સા૦
ઝાંઝવાનાં જળથી છીપી નહિ તરસડી;
એવાં મિથ્યા નીરની જ્યારે ખબરું પડી....સા૦
તરસ્યા જીવોને સત્ય વાટ સાંપડી;
કે ખારા સમુદ્રે છે એક મીઠી વીરડી....સા૦
આત્મધર્મ બોધ્યો છિપાવી તરસડી;
અજ્ઞાન સુમદ્રે છો કહાન જ્ઞાન-વીરડી....સા૦
વિનવું પ્રભુ આપને હું પાયલે પડી;
અવિચળ વ્હેજો એ મારી મીઠી વીરડી....સા૦
✽
૪. ગુરુદેવ ઉપકાર
(મંદાક્રાન્તા)
જ્યાં જોઉં ત્યાં નજર પડતાં રાગ ને દ્વેષ હા! હા!
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપ ગાથા;
જિજ્ઞાસુને શરણ સ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે.