Gurustutiaadisangrah (Gujarati). 5. GURU-JANMA VADHAI (AAJ MANGAL VADHAI VAGATI RE).

< Previous Page   Next Page >


Page 5 of 95
PDF/HTML Page 13 of 103

 

background image
[ ૫ ]
(શાર્દૂલવિક્રીડિત)
એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં,
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
(અનુષ્ટુપ)
ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે;
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.
૫. ગુરુ-જન્મવધાાઇ
આજ મંગળ વધાઈ વાગતી રે,
કહાન કુંવર જન્મ્યા અહો આજ,
આજ ગુરુજી પધાર્યા ભરતમાં રે....આજ૦ ૧.
ધન્ય ધન્ય ઉમરાળા ગામને રે,
ધન્ય ધન્ય ઉજમબા માત;....આજ૦ ૨.
ધન્ય માતા પિતા કુળ જાતને રે,
જેને આંગણ જન્મ્યા બાળ કહાન;....આજ૦ ૩.
આજ તેજ થયાં જન્મધામમાં રે,
એના ભરતખંડમાં પ્રકાશ;....આજ૦ ૪.
આજ આનંદ મંગળ ઘેર ઘેર થયાં રે,
ઠેર ઠેર અહો! લીલા લહેર;....આજ૦ ૫.