Gurustutiaadisangrah (Gujarati). 6. GURURAJ-MAHIMA (SHREE SADGURUJEE MAHIMA APAR).

< Previous Page   Next Page >


Page 6 of 95
PDF/HTML Page 14 of 103

 

background image
[ ૬ ]
બાળકુંવર કહાન એ લાડિલા રે,
માત પૂરે કુંવરના કોડ;....આજ૦ ૬.
પ્રભુ પારણેથી આત્મનાદ ગાજતા રે,
એની મુદ્રા અહો અદ્ભુત;....આજ૦ ૭.
કુંવર કહાને અપૂર્વ સત્ શોધિયું રે,
એના વૈરાગ્ય તણો નહિં પાર;....આજ૦ ૮.
એણે ત્યાગ કર્યો સંસારનો રે,
પ્રકાશ્યા મુક્તિ કેરા પંથ;....આજ૦ ૯.
કહાનગુરુએ હલાવ્યા હિંદને રે,
અહો! મલાવ્યો જ્ઞાયકદેવ;....આજ૦ ૧૦.
ધર્મચક્રી ભરતમાં ઊતર્યા રે,
અહો ધર્માવતારી પુરુષ;....આજ૦ ૧૧.
જ્ઞાન-અવતારી અહો આવિયા રે,
પધાર્યા સીમંધરસુત;....આજ૦ ૧૨.
કહાન ગુરુજીના જન્મ એ મીઠડા રે,
એના મીઠા વાણીના સૂર;....આજ૦ ૧૩.
ગુરુદેવના ગુણને શું કથું રે,
પ્રભુ સેવક તણા શણગાર;....આજ૦ ૧૪.
૬. ગુરુરાજ-મહિમા
શ્રી સદ્ગુરુજી મહિમા અપાર કે,
હું શું કથી શકું રે લોલ. ૧.
તેમના ગુણ છે અપરંપાર કે,
અચિંત્ય આત્મ ઝળકી રહ્યો રે લોલ. ૨.