Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 7 of 95
PDF/HTML Page 15 of 103

 

background image
[ ૭ ]
અદ્ભુત જ્ઞાન ખજાનો અપાર કે,
ચરણાદિક શોભી રહ્યાં રે લોલ. ૩.
ખીલેલ આતમશક્તિ અપાર કે,
ચૈતન્યતેજ દીપી રહ્યું રે લોલ. ૪.
સમયસાર આદિમાંથી કાઢેલ માવો કે,
ખવડાવ્યો ખંતથી રે લોલ. ૫.
પીંખી પીંખી અને સમજાવ્યું,
રહસ્ય હૃદયનું રે લોલ. ૬.
અસલી સ્વરૂપનું આપ્યું જ્ઞાન કે,
ન્યાલ સેવકને કર્યો રે લોલ. ૭.
આવો પુરુષ આ કાળે અજોડ કે,
દુર્લભતા સત્ તણી રે લોલ. ૮.
પ્રભુ નો’તા કેવળી સંતના જોગ કે,
એકાકી સત્ શોધિયું રે લોલ. ૯.
પ્રભુ મતમતાંતરના મોટા ભેદ કે,
વચ્ચેથી સાર કાઢિયો રે લોલ. ૧૦.
સુરલોકે ઇન્દ્રો ગાય છે ગીત કે,
ભરતના આ ભૂપના રે લોલ. ૧૧.
ભરતમાં વર્તી રહ્યો છે જયકાર કે,
મહિમા કહાનગુરુ તણો રે લોલ. ૧૨.
પ્રભુ પામરને કર્યો ઉપકાર અમાપ કે,
અમૃત રેડિયાં રે લોલ. ૧૩.
આ શરીરની શિવડાવું ખોળ કે,
બદલો નહીં વળે રે લોલ. ૧૪.