[ ૮ ]
ઝાઝું શું કહીએ કૃપાનાથ કે,
દાસ હું આપનો રે લોલ. ૧૫.
પ્રભુ અતિ અતિ દીજિયે આત્મતણો લાભ કે,
કૃપા વરસાવીને રે લોલ. ૧૬.
સાક્ષાત્ સુરમણિ સુરતરુ નાથ કે,
ફળિયો સત્ગુરુ રે લોલ. ૧૭.
કઈ વિધ પૂજું કઈ વિધ વંદું નાથ કે,
ગુરુમહિમા અપાર છે રે લોલ. ૧૮.
✽
૭. અધયાત્મરસના રાજવી કહાનગુરુ
શાસન તણા શિરોમણિ સ્તવના કરું ‘ગુરુ કહાન’ની;
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.૧.
અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો;
તું શીઘ્ર રસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.૨.
તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો;
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.૩.
પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો;
તેં શુદ્ધ ચેતન ધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.૪.
અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી;
શુભ દ્રવ્યભાવે તપ તપેથી શુદ્ધિ કરી શુભ નેમથી.૫.
નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તેં સહી;
શુદ્ધ-આત્મરસ - ભોગી ભ્રમર, શુભદ્રષ્ટિ તારામાં રહી.૬.