અશોક તરુવર ઉન્નત અતિ સોહામણાં રે, (૨)
ભવ્ય હૃદયને આનંદરસ ઉપજાવતાં;
જિનજી-પ્રતાપે આનંદરસ વરસી રહ્યા;
જિનજી મારા, રત્નસિંહાસન શોભતા રે, (૨)
દિવ્ય કમળમાં અંતરીક્ષ બિરાજતા....સ્વર્ણ૦ ૫.
જિનજી મારા વીતરાગી પદ પામિયા રે, (૨)
અનંતગુણોના બાગ અહો! ખીલી રહ્યા;
જિનજી મારા કેવળજ્ઞાને શોભતા રે, (૨)
સ્વપરપ્રકાશક જ્ઞાન અહો! ઝળકી રહ્યાં ....સ્વર્ણ૦ ૬.
દિવ્ય ગુણાકર દેવ પધાર્યા આંગણે રે, (૨)
દિવ્ય રવિનાં તેજ અહો! પ્રસરી રહ્યાં;
જિનમુદ્રામાં ઉપશમરસ વરસી રહ્યા રે, (૨)
અનુપમ આનંદપૂર્ણ સ્વરૂપને પામિયા....સ્વર્ણ૦ ૭.
ત્રણ ભુવનના નાથ પધાર્યા આંગણે રે, (૨)
વિશ્વવંદ્ય ભગવંત અમારે મંદિરે;
ઇન્દ્ર-નરેન્દ્રો જિનચરણોને પૂજતા રે, (૨)
ત્રણ ભુવનમાં જિનવરગુણ ગાજી રહ્યા;
— જિનેન્દ્રભવને જિનસ્તવનો ગુંજી રહ્યાં....સ્વર્ણ૦ ૮.
પંચમ કાળે જિનવરદર્શન દોહ્યલાં રે, (૨)
વિચરંતા ભગવંત પધાર્યા આંગણે;
ભરતભૂમિમાં વિરહ હતા વીતરાગના રે, (૨)
સૌરાષ્ટ્રદેશે વિરહ હતા વીતરાગના રે, (૨)
આજ પધાર્યા જિનવર મારે મંદિરે....સ્વર્ણ૦ ૯.
[ ૯૨ ]